અંકલેશ્વર: પાનોલી નજીક NH 48 પર લોખંડની એન્ગલ ભરેલ ટ્રક પલટી જતા અકસ્માત, ટ્રક ચાલકનો આબાદ બચાવ

અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઈ રહેલ એક ટ્રક અચાનક જ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
tcks lokhnd

અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઈ રહેલ એક ટ્રક અચાનક જ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.

પાનોલી નજીક સર્વિસ રોડ પરથી લોખંડની એંગલો ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી. આ દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી.આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો જોકે લોખંડની એંગલ રોડ પર જ ફેલાઈ ગઈ હતી. જેના પગલે સર્વિસ રોડ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. બનાવની જાણ થતા જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત ટ્રકને બાજુ પર ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

Latest Stories