New Update
/connect-gujarat/media/media_files/2025/03/31/v184MPE5qNejDWVsP0dk.jpeg)
હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીમાં શેરડીનો ભાવ ટન 100 રૂપિયાના સાથે રૂ.3001 જાહેર કરવામાં આવ્યો છે. જે પાછળ રિકવરી ઘટવા નું કારણ સામે આવી રહ્યું છે. પંડવાઈ સુગર ઓક્ટોબર થી જાન્યુઆરી 3001 રૂપિયા, ફેબ્રુઆરી - 3021, માર્ચ 3041 સાથે 26 રૂપિયા કપાત જાહેર કરવામાં આવી છે.
આજરોજ દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર ફેકટરીઓ દ્વારા શેરડીના ભાવ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીએ ટન દીઠ 100 રૂપિયાનો ભાવ ધટાડો કર્યો છે. જે સામે 9.73 % રિકવરી સામે 9.40 % જ રિકવરી મળી રહેતા ભાવમાં ધટાડો કરવામાં આવ્યો છે.રિકવરી પાછળના વર્ષ કરતા ઓછી હોવા છતાં પણ ખેડૂતો પોષણક્ષમ ભાવ મળી રહે તેવા પ્રયત્ન હોવાનું પંડવાઈ સુગર મેનેજમેન્ટએ જણાવ્યું હતું.આ અંગે પંડવાઈ સુગર ફેકટરીના ચેરમેન અને ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે શેરડી માંથી ચાલુ વર્ષે રિકવરી માં ધટાડો થયો છે જેને લઇ ગત વર્ષ કરતા 100 રૂપિયાનો ધટાડો થયો છે. છતાં પણ ખેડૂતોને પોષણ ક્ષમ્ય ભાવ આપી શક્યા છે.આગામી સીઝન માં રિકવરી વધુ મળે તે માટે આયોજન કરાયું છે.
પંડવાઈ સુગર ફેકટરીના ભાવ
ઓક્ટોબર થી જાન્યુ. : 3001/-
ફેબ્રુઆરી. : 3021/-
માર્ચ. : 3041/-
એપ્રિલ : 3061/-