અંકલેશ્વર: NH 48 પર પાનોલી નજીક પુરઝડપે જતી ટ્રકની અડફેટે રાહદારીનું મોત

નેશનલ હાઇવે નંબર 48 પર પાનોલી ઓવરબ્રિજ નજીક માર્ગ ક્રોસ કરી રહેલ અજાણ્યા રાહદારી ટ્રક ચાલકે અડફેટે લીધો હતો.

New Update
acn pnl

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.

નેશનલ હાઇવે નંબર 48 પર પાનોલી ઓવરબ્રિજ નજીક માર્ગ ક્રોસ કરી રહેલ અજાણ્યા રાહદારી ટ્રક ચાલકે અડફેટે લીધો હતો.પુરઝડપે જતી ટ્રકના ચાલકે રાહદારીને અડફેટે લેતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories