અંકલેશ્વર: સારંગપુરની મંગલદીપ સોસા.માં તસ્કરો ત્રાટકયા, મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી

અંકલેશ્વરમાં શિયાળાની ઠંડી શરુ થતાની સાથે તસ્કારોએ સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીના એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા 

New Update

અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

Advertisment

સારંગપુરની મંગલદીપ સોસા.માં તસ્કરો ત્રાટકયા

મકાનમાંથી સોનાચાંદીના દાગીનાની ચોરી

2 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ

પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરમાં શિયાળાની ઠંડી શરુ થતાની સાથે તસ્કારોએ સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીના એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા 
Advertisment
હાલ શિયાળો જામતા જ ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે.અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા સંજય ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સુઈ રહ્યા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા.અને બહારથી અન્ય મકાનોના દરવાજાને બંધ કરી સિંધે ત્રિપાઠીના મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરો મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરીની ઘટનાને અંજામ આપનાર બે તસ્કરો  સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories