New Update
-
અંકલેશ્વર નજીક ફરીવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ
-
નેશનલ હાઇવે 48 પર લાંબો ટ્રાફિકજામ
-
4 કી.મી.સુધી વાહનોની કતાર
-
કાળઝાળ ગરમીમાં વાહનચાલકો પરેશાન
-
સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં
ટ્રાફિક સિટી તરીકે બદનામ ભરૂચમાં ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાહનોની ત્રણથી ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન લાગતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા
ટ્રાફિક સિટી તરીકે બદનામ ભરૂચમાં ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે સુરત તરફ જતી લેનમાં ત્રણથી ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે.
ઉનાળાની ગરમીમાં વાહન ચાલકોએ કલાકોના કલાકો વાહનમાં શેલાવાનો વારો આવી રહ્યો છે. વાલીયા ચોકડી નજીક આમલા ખાડી પરનો ઓવરબ્રિજ સાંકડો હોવાના કારણે વાહનોની ગતિ અવરોધ રહી છે જેના કારણે દિનપ્રતિદિન ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી છે. થોડા દિવસ અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આમલાખાડી પરના ઓવરબ્રિજનું સમારકામ પણ હાથ ધરવામાં આવ્યું હતું.
જોકે બ્રિજ સાંકડો હોવાથી આ સમસ્યાનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી ત્યારે નેશનલ હાઇવે પર આવેલા ઓવરબ્રિજને પહોળા કરવામાં આવે તો જ આ સમસ્યાની નિરાકરણ આવી શકે તેમ છે. વાહન ચાલકો ટ્રાફિકજામની સમસ્યાના ઝડપી નિરાકરણની માંગ કરી રહ્યા છે.
Latest Stories