ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 79’મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાય, શાળાના ભૂતપૂર્વ શિક્ષિકાઓના હસ્તે ધ્વજવંદન કરાયું...

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજરોજ 79મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા.

New Update
  • જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરાયું આયોજન

  • 79મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • શાળાના ભૂતપૂર્વ શિક્ષિકાઓના હસ્તે ધ્વજવંદન કરાયું

  • વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

  • શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો દેશભક્તિના રંગે રંગાયા

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજરોજ 79મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા.

આજરોજ દેશભરમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની વિવિધ કાર્યક્રમો થકી ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છેત્યારે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે 10 વર્ષ સેવા આપનાર શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા દીપમાલા પટેલ અને હીરલ વસાવાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રગીતના સુમધુર ગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત મહેમાનોએ તેમના પ્રેરક ઉદ્બોધનથી વિદ્યાર્થીઓને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં દેશભક્તિ ગીતોનૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે.

આ તમામ રજૂઆતોમાં રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ અને આદર સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના ઉર્જાવાન પ્રદર્શને ઉપસ્થિત સૌકોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી યોગેશ પારિકકેમ્પસ ડિરેક્ટર સુષ્મા ભટ્ટલક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્યા નિધિ ચૌહાણજય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સીમી વાધવામેઘના ટંડેલરેખા શેલકે સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા.

Latest Stories