કહાનવામાં યુવતી કુવામાં ખાબકી
કુવામાં પડતા 30 વર્ષીય યુવતીનું મોત
યુવતી અસ્થિર મગજની હોવાનું જાણવા મળ્યું
ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને મૃતદેહ બહાર કાઢ્યો
વેડચ પોલીસે ઘટના સંદર્ભે શરૂ કરી તપાસ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામની અસ્થિર મગજની યુવતી કુવામાં ખાબકતા મોતને ભેટી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસરના કહાનવા ગામે અસ્થિર મગજની યુવતી કુવામાં પડતા દોડધામ મચી ગઈ હતી. યુવતીને ભરૂચ અને જંબુસરની ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી મૃત હાલતમાં બહાર કાઢી હતી. ગીતા નટવરભાઈ પરમાર નામની 30 વર્ષીય યુવતી અકસ્માતે કુવામાં પડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.અને યુવતી અસ્થિર મગજની હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
સમગ્ર ઘટનાની જાણ વેડચ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસ દ્વારા યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.