New Update
/connect-gujarat/media/media_files/2025/05/09/gTHWy5bHZUzovaokA6IX.jpg)
ભરૂચની પાલેજ પોલીસને બાતમી મળી હતી કે ટકારીયા ગામ સુથાર સ્ટ્રીટ ખાતે રહેતો સરફરાજ અબ્દુલમજીદ બસેરી ટંકારીયા પાદરમાં ખાતે બાબર તવા- ફ્રાય પાસે ખુલ્લી જગ્યામાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે હાલમાં ચાલી રહેલ IPL સ્વ૨૫ની CSK અને KKR વચ્ચે ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગનો હાર-જીતનો જુગાર રમી-રમાડે છે.
જે બાતમીના આધારે રેડ કરતા રૂ.14 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ મામલામાં પોલીસે 3 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.પોલીસે મુનાફ થાબા, સલાઉદીન કરકરીયા,સોમ મહમા દેવરામ તમામ રહે ટંકારીયાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories