New Update
/connect-gujarat/media/media_files/2025/06/12/W2dbtfonAm6KjOfMXlv8.jpg)
ભરૂચના હાંસોટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને દારૂની મેહફીલનો વિડીયો વાયરલ થવાના મામલામાં ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ ASI હિતેશ પરમારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
પોલીસકર્મીઓની દારૂની મેહફીલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બાદ હાંસોટ પોલીસ મથકના એ.એસ.આઈ. હિતેશ પરમાર, જીઆરડી સભ્ય ઠાકોર પટેલ સહિત 7 લોકો સામે પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ASI હિતેશ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાયરલ વીડિયોમાં નશાની હાલતમાં પોલીસકર્મી ડાન્સ કરી રહ્યા હતા. પોલીસકર્મી સામે જિલ્લા પોલીસવડાએ આકરા પગલા લેતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
બીજી તરફ આ સમગ્ર મામલા અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન પણ સામે આવ્યું હતું. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આવા કેટલાક પોલીસના કારણે સમગ્ર પોલીસ વિભાગ બદનામ થાય છે બાકી ગુજરાતની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યું છે.