ભરૂચ: 4 ઇંચ વરસાદથી ભૃગુધરા તરબોળ, 9 તાલુકાની ભૂમિ પણ તૃપ્ત થઈ

ભરૂચ શહેર અને જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં વસેલા ચાર ઇંચ વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું

New Update

ભરૂચ શહેર અને જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં વસેલા ચાર ઇંચ વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું

છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા સમગ્ર ગુજરાતને ધરમોળી રહ્યા છે ત્યારે રવિવારે પણ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો અને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 1 ઇંચ, આમોદમાં 17 મીલીમીટર,વાગરામાં અઢી ઇંચ સૌથી વધુ ભરૂચમાં 4 ઇંચ, ઝઘડિયામાં 1.5 ઇંચ, અંકલેશ્વરમાં અઢી ઇંચ, હાંસોટમાં ત્રણ ઇંચ, વાલીયામાં બે ઇંચ અને નેત્રંગમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

ભરૂચ શહેરમાં વરસેલા 4 ઇંચ વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન પર અસર પહોંચી હતી તો આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતીલાયક વરસાદ વરસી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની અવિરત બેટિંગ ચાલુ છે ત્યારે આગામી ત્રણ દિવસ ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે

#Bharuch #Rainfall #Rain #Heavy rainfall #Bharuch City
Here are a few more articles:
Read the Next Article