/connect-gujarat/media/media_files/2025/04/08/lREDL3IlQ3Qpem9nZqzP.jpg)
ભરૂચમાં રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે સતત બીજા દિવસે શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રખડતા પશુનો ત્રાસ જોવા મળ્યો હતો. તુલસીધામ વિસ્તારમાં જાહેર માર્ગ પર જ બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યુ હતું જેમાં બાઈક અને એક રેકડીને નુકસાન પહોંચ્યું હતું.
આખલા વચ્ચે યુદ્ધ જામતા ભયનો માહોલ સર્જાયો હતો. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ પણ તુલસીધામ નજીક આવેલા એક મેદાનમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે ત્રણ આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતુ. જોકે બાળકો જીવ બચાવી ભાગી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. તો બીજી તરફ વાહનોમાં નુકસાન પહોંચ્યુ ત્યારે હવે તંત્ર રખડતા ઢોર પકડવાની ઝુંબેશ પુનઃ શરૂ કરે તેવી લોકમાંગ ઉઠી છે.