ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા તમામ 9 તાલુકા મથકો પર યોજાશે સિવિલ ડિફેન્સની તાલીમ, આવતીકાલથી 5 દિવસ સુધી આયોજન

ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સિવિલ ડિફેન્સની તાલીમ અર્થે તા.૧૩ મી મે ૨૦૨૫ના રોજ જાહેરાત કરવામાં આવી હતી.જેના આધારે જે સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ

New Update
images (1) 1

ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સિવિલ ડિફેન્સની તાલીમ અર્થે તા.૧૩ મી મે ૨૦૨૫ના રોજ જાહેરાત કરવામાં આવી હતી.

જેના આધારે જે સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હોય તે માટે તાલુકા મથકોએ સિવિલ ડિફેન્સ અંગેનો કાર્યક્રમ યોજાશે.તાલીમ કુલ-૦૫ (પાંચ) દિવસની રહેશે. તાલીમ પૂર્ણ કર્યેથી સ્વયંસેવકોને સિવિલ ડિફેન્સની તાલીમ અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે.જે નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ નથી તેઓ નીચે દર્શાવેલ લીંક મારફત તેમજ તાલીમનાં સ્થળે ઓફલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. 
રજીસ્ટ્રેશન માટેની લીંક:- https://civildefencewarriors.gov.in
તાલુકા મથકોએ આ સ્થળે યોજાશે સિવિલ ડિફેન્સની તાલીમ
૧ મામલતદાર કચેરી, ભરૂચ ગ્રામ્ય
ભરૂચ તાલુકા અને નગર પાલિકા વિસ્તાર માટે  જે પી આર્ટસ કોલેજ, ભોલાવના સેમીનાર હોલ ખાતે , ૨ થી ૬  જૂન ૨૦૨૫ માટે આયોજન કરવામાં આવ્યું છે
2 આંબેડકર હોલ, કે.જે.ચોક્સી લાયબ્રેરીની બાજુમાં, ભરૂચ તા.૦૨/૦૬/૨૦૨૫થીતા.૦૬/૦૬/૨૦૨૫ સાંજે ૧૬:૦૦ થી ૧૮:૦૦ કલાક
૩મામલતદાર કચેરી, વાગરા સભાખંડ, તાલુકા પંચાયત કચેરી, વાગરા તા.૦૨/૦૬/૨૦૨૫ થી
તા.૦૬/૦૬/૨૦૨૫ સાંજે ૧૬:૦૦ થી ૧૮:૦૦ કલાક
૪ મામલતદાર કચેરી, અંક્લેશ્વર માં શારદા ભવન હોલ, જીનવાલા સ્કુલ પાસે, અંક્લેશ્વર તા.૦૨/૦૬/૨૦૨૫ થી
તા.૦૬/૦૬/૨૦૨૫ સાંજે ૧૬:૦૦ થી ૧૮:૦૦ કલાક
૫ મામલતદાર કચેરી, હાંસોટ સભાખંડ, તાલુકા પંચાયત કચેરી, હાંસોટ તા.૦૨/૦૬/૨૦૨૫ થી
તા.૦૬/૦૬/૨૦૨૫ સાંજે ૧૬:૦૦ થી ૧૮:૦૦ કલાક
૬  આમોદ ચામડીયા હાઇસ્કુલ, આમોદ તા.૦૨/૦૬/૨૦૨૫ થી
તા.૦૬/૦૬/૨૦૨૫ સાંજે ૧૬:૦૦ થી ૧૮:૦૦ કલાક
૭  જંબુસર જે.એમ.શાહ કોલેજ, ટંકારી ભાગોળ, જંબુસર તા.૦૨/૦૬/૨૦૨૫ થી
તા.૦૬/૦૬/૨૦૨૫ સાંજે ૧૬:૦૦ થી ૧૮:૦૦ કલાક
૮  નેત્રંગ શ્રીમતી એમ.એમ ભક્ત હાઇસ્કુલ, નેત્રંગ તા.૦૨/૦૬/૨૦૨૫ થી
તા.૦૬/૦૬/૨૦૨૫ સાંજે ૧૬:૦૦ થી ૧૮:૦૦ કલાક
૯  ઝઘડીયા કોમ્યુનીટી હોલ, ગ્રામ પંચાયત કચેરી પાસે, ઝગડીયા તા.૦૨/૦૬/૨૦૨૫ થીતા.૦૬/૦૬/૨૦૨૫ સાંજે ૧૬:૦૦ થી ૧૮:૦૦ કલાક
૧૦  વાલીયા શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર, વાલીયા તા.૦૨/૦૬/૨૦૨૫ થી
તા.૦૬/૦૬/૨૦૨૫ સાંજે ૧૬:૦૦ થી ૧૮:૦૦ કલાક