New Update
ભરૂચ નગર સેવા સદનનો વિવાદ
નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરોનું રાજ હોવાના આક્ષેપ
કોન્ટ્રાક્ટરો ફાઇલની ચકાસણી કરતા હોવાના આક્ષેપ
કડક કાર્યવાહીની કરવામાં આવી માંગ
નગરપાલિકા પ્રમુખે આપ્યા તપાસના આદેશ
ભરૂચ નગર સેવાસદણના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ફાઈલની ચકાસણી કરવામાં આવતી હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે અને સાથે જ આ મામલે જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓ સામે કડક પગલાની માંગ કરાય છે.
ભરૂચ શહેર પાલિકા ખાતે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ કચેરીમાં કોન્ટ્રાક્ટરોનો દબદબો ચાલતો હોવાનો વિવાદ સામે આવ્યો છે. વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદે અચાનક કચેરીની મુલાકાત લેતા એન્જિનિયરની કેબિનમાંથી કોન્ટ્રાક્ટરો ફાઈલો ચકાસતા ઝડપાઈ ગયા હતા.જ્યારે વિપક્ષના નેતાએ પ્રશ્ન કર્યો તો કોન્ટ્રાક્ટરો કેબિન છોડી ભાગી નિકળ્યા. તેમણે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે જ્યારે કોન્ટ્રાક્ટરોને કચેરીમાં જ ફાઈલો તપાસવાની સત્તા મળે છે ત્યારે અગત્યની ફાઈલો ગુમ થાય કે ચોરાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠાવ્યો હતો. સાથે જ પાલિકાની અનેક ઓફિસોમાં સીસીટીવી કેમેરા છે પરંતુ પ.વ.ડી. કચેરીમાં કેમેરા ન હોવાના મુદ્દે પણ તેઓએ સવાલ ઉઠાવ્યા હતા. વિપક્ષે તાત્કાલિક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.
સમગ્ર વિવાદ અંગે નગરપાલિકા પ્રમુખે પણ પ્રતિભાવ આપતા જણાવ્યું કે નગરપાલિકાના અધિકારીઓ કેબીનો છોડીને જતા રહે તે યોગ્ય નથી. આ બાબતે પાલિકા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે