New Update
/connect-gujarat/media/media_files/2025/04/25/GfxYVtMI3Z6E64tm0Xvz.jpg)
ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનના વિઝા ફોડના ગુનામાં મુખ્ય સુત્રધાર આરોપીને વોન્ટેડ સમય દરમ્યાન મદદ કરનાર આરોપી છેલ્લા નવ મહીનાથી વોન્ટેડ હોય જેથી આ આરોપીને ઝડપી પાડવા એલ.સી.બી.ના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે વર્ક આઉટ હાથ ધરવામાં આવ્યું હતુ.
જે દરમ્યાન બાતમી મળી હતી કે વિઝા ફ્રોડના ગુનામાં મુખ્ય સુત્રધાર આરોપી ભાવીન પંકજભાઈ પરમારને સીમકાર્ડ અને મોબાઇલ વિગેરેની મદદ કરનાર આરોપી નીરવ સિધ્ધપુરા રાજકોટ ખાતે છે જેથી એલ.સી.બી.ટીમને રાજકોટ ખાતે તપાસમાં મોકલી અને રાજકોટ શહેર માધાપર ચોકડી નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપીને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
Latest Stories