ભરૂચ: આમોદના કાંઠા વિસ્તારના ગામોમાં ઢાઢર નદીના પાણીએ વેર્યો વિનાશ, ખેતીના ઉભા પાકને વ્યાપક નુકશાન

ભરૂચના આમોદ તાલુકાના વિવિધ ગામોમાં ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે.

New Update

ભરૂચના આમોદ તાલુકાના વિવિધ ગામોમાં ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે.

મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદના પગલે ભરૂચના આમોદ અને જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી ભયજનક સપાટી પાસે પહોંચી છે ત્યારે નદીના પાણી જંબુસર અને આમોદ તાલુકાના નદીકાંઠાના ગામોમાં ફરી વળ્યા છે અને ખેતરમાં પાણી ફરી વળતા ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે આમોદ તાલુકાના નદીના કિનારે આવેલ  ગામડાઓ  જૂનાવાડીયા, નવા વાડિયા, જુના દાદાપોર, નવા દાદાપોર, કોબલા,મંજુલા, વાસણા, કાકરીયા,માનસંગપુરા સહિતના ગામોમાં ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.ખેડૂતોના કપાસ અને શાકભાજીના પાક પાણીમાં બોળાય ગયા છે ત્યારે સરકાર વહેલી તકે સર્વેની કામગીરી પૂર્ણ કરી ખેડૂતોને વળતર ચૂકવે એવી માંગ કરવામાં આવી છે.
#Amod #crops #CGNews #agricultural crops #Dhadhar river #farmers' crops #water level #damage #Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article