New Update
/connect-gujarat/media/media_files/2025/03/06/FNKb3gIWwPnwBzlzQDDf.jpeg)
ભરૂચ જિલ્લાના દહેજની સુવા ચોકડી પરથી દહેજ પોલીસ સ્ટાફે હથિયાર રાખવાનો શોખ રાખનાર એક પરપ્રાંતીય વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો તથા બે જીવતા કારતુસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના દહેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ઝાલાની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન સુવા ચોકડી નજીક બિહારનો એક ઇસમ ઇન્દ્રજીત ચૌઘરી દેશી હાથ બનાવટની તમંચો પોતાની સાથે રાખી ફરે છે.જે માહિતીના આધારે પોલીસ ટીમે માહિતીના આધારે ઇન્દ્રજીત સુખારી ચૌઘરીને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની ઝડતી તપાસ કરતા એક દેશી હાથ બનાવટનો તમંચો નંગ-01 તથા 02 જીવતા કારતુસ સાથે મળી આવ્યા હતા.પોલીસે તેની કડક પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે,તેને હથીયાર રાખવાનો શોખ હોવાથી પોતાના વતન બિહારથી લાવ્યો હતો.આ મામલે પોલીસે દેશી હાથ બનાવટનો અગ્નિશસ્ત્ર તમંચો રૂપિયા 10 હજાર અને બે કારતુસ રૂ.200 મળીને કુલ 10,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Latest Stories