ભરૂચ : વરસાદની તોફાની બેટિંગથી શહેર વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી,વાહન ચાલકો માટે સર્જાય મુશ્કેલી,જનજીવન અસ્તવ્યસ્ત

ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સોમવારની સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો

New Update
  • ભરૂચ જિલ્લામાં વરસાદની તોફાની ઈનિંગ

  • શહેરમાં દોઢ ઇંચ વરસાદથી જળબંબાકાર

  • વિવિધ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી

  • અંકલેશ્વર-હાંસોટમાં એક એક ઇંચ વરસાદ ખાબક્યો

  • જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી  

ભરૂચ જિલ્લામાં સોમવારની શુભ શરૂઆત મુશળધાર વરસાદથી થઇ હતી,અને સેવાશ્રમ,પાંચબત્તી,કસક,ગાંધી બજાર ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સોમવારની સવારથી જ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો,જ્યારે ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી.જાણવા મળ્યા મુજબ ભરૂચમાં દોઢ ઇંચ જ્યારે અંકલેશ્વર અને હાંસોટમાં એક - એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.અને ભરૂચ શહેરમાં જળબંબાકારની જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થયું હતું.

ભરૂચ શહેરના પાંચબત્તી,સેવાશ્રમ રોડ,ગાંધી બજાર ચાર રસ્તા,કસક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરતા વાહન ચાલકો સહિત વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અને દર વર્ષે વરસાદની મોસમમાં આ માર્ગો પર વરસાદી પાણી ભરાય છે,ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ ઘટના સંદર્ભે યોગ્ય કામગીરી કરવામાં તેવી માંગ  ઉઠવા પામી હતી.

Latest Stories