ઝાડેશ્વર ચોકડી નજીક પાર્કિંગ વ્યવસ્થાનો અભાવ
સર્વિસ રોડ ઉપર ગેરકાયદેસર પાર્કિંગથી સમસ્યા
આસપાસની 10 સોસાયટીઓના સ્થાનિકોને હાલાકી
ચરમસીમાએ પહોંચતાં સ્થાનિકો આક્રોશિત બન્યા
ચક્કાજામ કરી પાર્કિંગ વ્યવસ્થા સુધારવા માંગ કરી
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા આજે ચરમસીમાએ પહોંચતાં સ્થાનિક રહેવાસીઓ આક્રોશિત બન્યા હતા.
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર વિસ્તારમાં મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલ્સ ઓપરેટર્સ પોતાના વાહનો રોંગ સાઇડ પર પાર્ક કરતા હોવાના કારણે રોજબરોજ ટ્રાફિકજામ સર્જાય છે. આ ઉપરાંત, અનેક નોકરીયાતો પણ રોડ પર જ પોતાના દ્વિચક્રી વાહનો પાર્ક કરી દેતા માર્ગ અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, અહીથી પસાર થતાં લોકોમાં અકસ્માતની પણ ભીતિ સેવાય રહી છે, ત્યારે આ સમસ્યાને લઈને ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી વિસ્તારમાં આવેલી 8થી 10 સોસાયટીના રહિશો એકત્ર થયા હતા. સ્થાનિકોએ સર્વિસ રોડ પર પ્રતીકાત્મક રીતે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ કરી હતી.