ભરૂચ: મહેશ વસાવાએ ચૈતર વસાવાને આપી દીધી આ સલાહ, રાજકારણમાં ગરમાવો !

દેદીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા મહેશ વસાવાએ વિવિધ મુદ્દે વિરોધીઓ પર પ્રહારો કર્યા હતા.

New Update
Advertisment
  • ભરૂચ જિલ્લાના રાજકારણમાં ગરમાવો

  • પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કર્યા પ્રહાર

  • કોંગ્રેસ પર કર્યા પ્રહાર

  • ચૈતર વસાવાને આપી સલાહ

  • ડાયરામાં રૂપિયા ઉડાવવા બાબતે સલાહ આપી

Advertisment
દેદીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા મહેશ વસાવાએ વિવિધ મુદ્દે વિરોધીઓ પર પ્રહારો કર્યા હતા.
આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્યએ લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો નવા વર્ષે તેઓ પિતા છોટુ વસાવા સાથે એક મંચ ઉપર દેખાયા બાદ ફરી તેઓની ઘર વાપસી થાય તેવી ચર્ચા વચ્ચે તેઓએ આજે વાલિયા તાલુકાના ચંદેરીયા ગામ સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
મહેશ વસાવાએ કોંગ્રેસના આગેવાનો અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર પ્રહારો કાર્ય હતા. નવા વર્ષે ચૈતર વસાવાએ લોક ડાયરામાં કલાકારો ઉપર રૂપિયા ઉડાવ્યા હતા જે રૂપિયા ઉડાવવાના બદલે આદિવાસી સમાજના ઉત્થાન માટે વાપરવા સલાહ આપી હતી. સાથે કોંગ્રેસના આગેવાનોએ અનેક ખેડૂતોની જમીનો હડપી લીધી હોવાના પણ આક્ષેપ કર્યા હતા.આ તમામ મુદ્દે તેઓ દ્વારા લડી લેવા હુંકાર કરવામાં આવ્યો છે.
Latest Stories