ભરૂચ : આમોદમાં જાહેરમાં શ્વાનોને ખોરાક ખવડાવવા પર પાલિકાએ પ્રતિબંધ ફરમાવ્યો, લોકોને બચકાં ભરનાર 11 શ્વાનોને પકડી લેવાયા...

ભરૂચ જિલ્લાના તાલુકા મથક આમોદમાં રખડતાં શ્વાનોએ બાળકો સહિત 7 જેટલા લોકોને બચકાં ભરી લેતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

New Update
  • આમોદ નગરમાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળ્યો

  • માત્ર એક કલાકમાં જ 7 લોકોને શ્વાનોએ બચકા ભર્યા

  • રખડતાં શ્વાનોના આતંકના પગલે લોકો ભયભીત બન્યા

  • જાહેરમાં શ્વાનોને ખોરાક ખવડાવવા પર પ્રતિબંધ મુકાયો

  • શ્વાનોને પકડવા માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી

ભરૂચ જિલ્લાના તાલુકા મથક આમોદમાં રખડતાં શ્વાનોએ બાળકો સહિત 7 જેટલા લોકોને બચકાં ભરી લેતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો બીજી તરફજાહેરમાં શ્વાનોને ખોરાક ખવડાવવા પર પાલિકાએ પ્રતિબંધ મુકી શ્વાનોને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના તાલુકા મથક આમોદ નગરમાં રખડતાં શ્વાનોના આતંકના પગલે લોકો ભયભીત બન્યા છે. ગત રવિવારના રોજ સવારના એક કલાકમાં જ શ્વાનોએ 7 જેટલા બાળકો સહિતના લોકોને બચકા ભરી લેતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાઓના પગલે રોષે ભરાયેલા સ્થાનિક રહીશોએ પાલિકા કચેરીએ જઈ ઉગ્ર રજૂઆતો કરી હતીત્યારે પાલિકાએ તાત્કાલિક હરકતમાં આવી શ્વાન પકડનાર ટીમને મેદાનમાં ઉતારી છે. એટલું જ નહીંદરબાર રોડ સહિતના વિસ્તારોમાં જાહેરમાં શ્વાનોને ખોરાક ખવડાવવા ઉપર પણ પાલિકા દ્વારા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છેઅને જાહેરમાં શ્વાનોને ખવડાવતા લોકો સામે હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પાલિકાના સત્તાધીશોએ જણાવ્યુ હતું. હાલ પાલિકાની ટીમે વિવિધ વિસ્તારોમાંથી 11 રખડતાં શ્વાનોને પકડી લીધા છે. 11માંથી 2 શ્વાનને હડકવા થયો હોવાનું બહાર આવતાં તેમને અલગ તારવી દેવાયા છેજ્યારે અન્ય શ્વાનોને રહેણાંક વિસ્તારથી દૂર જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવ્યા છે.

Latest Stories