New Update
ભરૂચના આમોદ જંબુસર રોડનો બનાવ
ઢાઢર નદી પરના ઓવરબ્રિજ પરથી ભારે વાહનોના પ્રવેશવા પર પ્રતિબંધ
બેરોકટોક પણે પસાર થાય છે વાહનો
હોમગાર્ડ પર લાગ્યા આરોપ
વાહનચાલકોએ નોંધાવ્યો વિરોધ
ભરૂચના આમોદ જંબુસર માર્ગ પર ઢાઢર નદી પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક પણે વાહનો પસાર થતા વાહનચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો
ભરૂચના આમોદ–જંબુસર માર્ગ પર ભારે વાહનોને પસાર કરાવવા બદલ 500 રૂપિયાની ઉઘરાણી થતી હોવાના આક્ષેપો ફરી સામે આવતાં વાહનચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કલેક્ટરના સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં દિવસ દરમિયાન જ ઓવરલોડ ટ્રક પસાર થતાં વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરો આમોદ–સમા ચોકડી પર એકઠા થઈ વિરોધ કર્યો.સ્થાનિક લોકોનું કહેવું છે કે રાત્રે ચાલતું “500નું રાજ” હવે ખુલ્લેઆમ દિવસમાં પણ શરૂ થયું છે. ઢાઢર બ્રિજ બંધ હોવાથી લોકો પહેલેથી જ 180 કિમી વધારાનો ફેરાવો ફરી રહ્યા છે, જેમાં વધારાના ડીઝલ અને સમયનો ભારે બોજ પડી રહ્યો છે.સ્થિતિ તંગ બનતાં આમોદ પોલીસે બે ટ્રકોને સ્ટેશન લઈ જઈ કાર્યવાહી હાથ ધરી.
Latest Stories