ભરૂચ: સાધુ સંતોએ પદયાત્રા કાઢી આતંકી હુમલાનો નોંધાવ્યો વિરોધ, હિન્દૂ સમાજને એકત્રિત થવા કર્યું આહવાહન

ભરૂચમાં વિવિધ હિન્દુ સંગઠનો અને સાધુ સંતોએ પદયાત્રા કાઢી જમ્મુ કશ્મીરમાં થયેલ આતંકી હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો સાથે જ હિન્દુ સમાજને જાગૃત થવાનું પણ આવાહન કર્યું હતું.

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાધુ સંતો દ્વારા પદયાત્રાનું આયોજન

આતંકી હુમલાનો કરાયો વિરોધ

હિન્દૂ સમાજને એકત્રિત થવા આહવાહન

હિન્દૂ સંગઠનોના સભ્યો જોડાયા

ભરૂચમાં વિવિધ હિન્દુ સંગઠનો અને સાધુ સંતોએ પદયાત્રા કાઢી જમ્મુ કશ્મીરમાં થયેલ આતંકી હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો સાથે જ હિન્દુ સમાજને જાગૃત થવાનું પણ આવાહન કર્યું હતું.
ભરૂચ શહેરમાં સનાતન ધર્મના સાધુ-સંતોની આગેવાની હેઠળ શ્રવણ સ્કૂલથી શક્તિનાથ મંદિર સુધી રવિવારે એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પહેલગાંવમાં થયેલી ઘટનાને લઈને પ્રદર્શન કરવામાં આવ્યું અને વિધર્મીઓ સામે તીવ્ર વિરોધ નોંધાવાયો.રેલીમાં હાજર રહેલા સ્વામી મંગળદાસજી,  સ્વામી રાજ રામેશ્વર સ્વામી, મુક્તાનંદ સ્વામી, મોહનદાસજી મહારાજ, તથા સ્વામી લોકેશનનંદ મહારાજ  સહિતના અનેક સાધુ-સંતોએ ધાર્મિક સમુદાયને સંબોધિત કરતાં જણાવ્યું કે, “મોદી સરકાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે છે, પણ હિન્દુ સમાજે પણ હવે જાગવું પડશે અને એકતા બતાવવી પડશે. રેલી દરમિયાન કોઈ અનિરછનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.
Read the Next Article

ભરૂચ: મલયાલી વેલફેર એસો.દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, રક્તદાતાઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • મલયાલી વેલફેર એસો.દ્વારા આયોજન

  • રક્તદાન શિબિર યોજાય

  • રજતદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

  • યુનિટી બ્લડ બેંકનો સહયોગ સાંપડ્યો

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
ભરૂચ મલયાલી વેલ્ફેર એસોસિએશન તથા યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે જી.એન.એફ.સી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરનો ઉદ્દેશ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા દર્દીઓને કટોકટીના સમયે સમયસર રક્ત ઉપલબ્ધ કરાવી શકાય તેવો હતો.શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.આ શિબિરની સફળતામાં મલયાલી વેલ્ફેર એસોસિએશનના સભ્યો તથા યુનિટી બ્લડ સેન્ટરના તબીબી સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમ અંતે સંસ્થાઓ તરફથી રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમનો વ્યક્ત આવ્યો હતો.