New Update
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી
ઘઉંનો મોટો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો
રૂ.5 લાખની કિંમતનો ઘઉંનો જથ્થો ઝડપાયો
2 આરોપીઓની અટકાયત
કુલ રૂ.15.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘઉંના રૂપિયા 5 લાખથી વધુની કિંમતના શંકાસ્પદ જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસે કુલ રૂપિયા 15.45 લાખનો મુદ્દમાલ કબ્જે કર્યો છે
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચમાં આવેલ નવ જીવન સ્કુલ પાછળથી અનાજનો જથ્થો ટ્રક GJ-17-XX-2641માં ભરીને એ.બી.સી. ચોકડી તરફ જનાર છે જેના આધારે પોલીસે દરોડા પાડતા ટ્રકમાંથી ઘઉંનો જથ્થો કુલ વજન ૧૮૧૯૦ કિ.ગ્રા. મળી આવ્યો હતો.આ અનાજના જથ્થાનું બીલ કે આધાર પુરાવો ચાલક પાસે મળી આવ્યો ન હતો આથી શંકાસ્પદ ઘઉનો જથ્થો કોઈ જગ્યાએથી ચોરી કે છળકપટ કરી મેળવેલ હોવાનું પોલીસને જણાય આવતા રૂ.5.45 લાખનો ઘઉંનો જથ્થો અને રૂ.10 લાખની કિંમતની ટ્રક મળી રૂ.15.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે આ મામલામાં સાહીદ ઇદ્રીશ હયાત રહે. ચુચલા પ્લોટ, વેજલપુર રોડ, ગોધરા અને ગગનસીંગ તલવારસીંગ ટાંક નવજીવન સ્કુલ પાછળ, ભરૂચની ધરપકડ કરી હતી. આરોપીઓ ઘઉંનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા એ સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Latest Stories