New Update
ભરૂચના વાગરાની સાયખા જીઆઈડીસીમાં આવેલ આરતી કંપનીમાં કામદારનું મોત નીપજતા પરિવારજનોમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે
ભરૂચના વાગરા તાલુકાના સાયખા ગામે રહેતો 22 વર્ષીય કરણ રણજિત રાઠોડ જે સાયખા જીઆઇડીસીમાં આવેલ આરતી દ્રગ્સ નામની કંપનીમાં નોકરી કરતો હતો. તે તારીખ.૦૫/૦૯/૨૦૨૪ ના રોજ કંપનીમાં નોકરી પર ગયો હતો તે દરમ્યાન કંપનીમાં આવેલ કુલરમાં પાણી પીવા જતા તેને વીજ કરંટ લાગતા તે ત્યાંજ બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવતા હાજર પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. વાગરા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.સમગ્ર બનાવની જાણ થતાંજ પરિવારજનો સહિત સગા સંબંધીઓ તેમજ ગામના આગેવાનો પણ વાગરા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને યુવાનના શંકાસ્પદ મોત મામલે પેનલ પી.એમ.ની માંગ કરવામાં આવી છે.
Latest Stories