ભરૂચ : આમોદના કાંકરીયા ગામે થયેલ ધર્માંતરણને હાઇકોર્ટે રાષ્ટ્રીય કક્ષાનું મોટું ષડયંત્ર ગણાવ્યું, આરોપીઓને ક્વોશિંગ પિટિશન કરી રદ્દ

ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં થયેલા ચકચારી ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો 54 પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે

New Update
  • ધર્માંતરણ રાષ્ટ્રીય કક્ષાનું મોટું ષડયંત્ર

  • કાંકરીયામાં બની હતી ધર્માંતરણની ઘટના

  • 100થી વધુ લોકોએ કર્યું હતું ધર્માંતરણ

  • ધર્માંતરણ મુદ્દે હાઈકોર્ટનું આકરું વલણ

  • હાઇકોર્ટ રાષ્ટ્રીય કક્ષાનું ષડયંત્ર ગણાવ્યું

ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં થયેલા ચકચારી ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો 54 પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કેસ માત્ર એક વ્યક્તિ કે ગામના ધર્માંતરણનો નથીપરંતુ રાષ્ટ્રીય કક્ષાનો મોટો અને ખતરનાક ષડયંત્ર છે.

ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં થયેલા ચકચારી ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો 54 પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કેસ માત્ર એક વ્યક્તિ કે ગામના ધર્માંતરણનો નથીપરંતુ રાષ્ટ્રીય કક્ષાનો મોટો અને ખતરનાક ષડયંત્ર છે.કોર્ટએ આ કેસમાં સામેલ તમામ આરોપીઓની ક્વોશિંગ પિટિશન- FIR રદ કરવાની માંગ ફગાવી દીધી છે અને તપાસ તેમજ ટ્રાયલ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે.

કોર્ટે જણાવ્યું કે તપાસ એજન્સીઓએ આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જરૂરી છેકારણ કે પ્રાથમિક પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ મામલો ધાર્મિક પરિવર્તન કરતા પણ મોટો છે અને તેમાં સંગઠિત તત્વો સામેલ હોઈ શકે છે.હાઈકોર્ટે ભાગેડુ આરોપી અબ્દુલ આદમ પટેલ (ફેફડાવાલા હાજી અંગે ગંભીર અવલોકન આપ્યું છે. કોર્ટએ નોંધ્યું કે આ વ્યક્તિ FIR નોંધાયા પહેલા વિદેશથી 25 વખત ભારત આવ્યો હતોપરંતુ FIR બાદ એક વાર પણ ભારત આવ્યો નથી. કોર્ટએ તેના વર્તનને શંકાસ્પદ” ગણાવ્યું છે.

નવેમ્બર 2021માં આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 કુટુંબો — 100થી વધુ લોકોએ ધર્માંતરણ કર્યું હતું. તપાસમાં ખુલ્યું હતું કે આ ધર્માંતરણ પૂર્વનિર્ધારિત યોજના મુજબ કરવામાં આવ્યું હતું.

Latest Stories