New Update
ભરૂચના નેત્રંગમાં માર્ગની બિસ્માર હાલત
જવાહર બજારમાં 6 માસ પૂર્વે બન્યો હતો માર્ગ
માર્ગ પર પડયા ખાડા
માર્ગ બિસ્માર બનતા સ્થાનિકોને હાલાકી
તાત્કાલિક સમારકામની માંગ
ભરૂચના નેત્રંગ ગામના જવાહર બજારમાં 6 મહિના પહેલા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે બનેલ માર્ગ અતિ બિસ્માર બનતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો.
ભરૂચની નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે 6 મહિના પહેલા માર્ગ બનાવ્યો હતો.જે માર્ગ હાલમાં અતિ બિસ્માર બન્યો છે.જેને પગલે સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.માર્ગ પર પડેલ ખાડાઓને પગલે અકસ્માતની શક્યતા સેવાઈ રહી છે.જે ખાડાઓમાં વેપારીઓએ જાતે પુરાણ કરી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે.બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ પણ આપવા ગ્રામ પંચાયતના સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે ત્યારે ગ્રામ પંચાયત સ્થાનિકોની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ કરે તેવી માંગ કરી છે.
Latest Stories