/connect-gujarat/media/media_files/2025/10/08/9e6052d9-ab8a-464c-bbc2-1a7fb8d6ae32-2025-10-08-12-15-17.jpeg)
ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મધ્યમાં આવેલા સતી માતાના મંદિરે દર્શન કરવા ગયેલા એક સિનિયર સિટીઝન મહિલાની ઉપર ગાયે હુમલો કર્યો હતો.આ હુમલામાં રેખાબેન મહેન્દ્રભાઈ દેસાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જેને લઈ સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયો છે.
નગરજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસોથી આમોદના મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર અને ધાર્મિક સ્થળોએ રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે. વારંવાર રજૂઆત છતાં નગરપાલિકા માત્ર કાગળ પર કાર્યવાહી બતાવી રહી છે.એક મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં પણ જંબુસર નગરપાલિકામાંથી લાવવામાં આવેલ પશુ પકડવાનું પાંજરું આમોદ નગરપાલિકાના આંગણે ફક્ત શોભાના ગાંઠિયા સમાન ઉભું છે. ન તો કોઈ ઢોર પકડાયા, ન તો નાગરિકોને રાહત મળી છે.જે બાબતે આમોદ પોલીસ સ્ટેશન અને નગરપાલિકા બંને પાસે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે.નાગરિકોમાં આક્રોશ છે કે નગરપાલિકા તો જાણે સુસ્ત નિંદ્રામાં છે,અને રખડતા ઢોરો હવે શહેરના અનધિકૃત રાજા બની ગયા છે.