અંકલેશ્વરમાં પૂર પ્રકોપના ભયથી ખેડૂતો બન્યા લાચાર,સમય પહેલાં જ કેળાનો પાક ઉતારી લેતા ખેડૂત

ખેતરમાં પૂરના પાણીની જમાવટને કારણે નુકસાની વેઠતા ખેડૂતે ચિંતાગ્રસ્ત થઈને જણાવ્યું હતું કે પાછલા વર્ષે પૂરમાં ખેતરનો ઉભો પાક સંપૂર્ણ નષ્ટ થઇ ગયો

New Update

ભરૂચ નજીક નર્મદા નદીમાં સંભવિત પુરની પરિસ્થિતિ

કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણીનો ભય

ખેડૂતોએ કેળાનો પાક વહેલા ઉતારી લીધો

ખેડૂતોએ આર્થિક નુકશાન સહન કરવાનો વારો

ગત વર્ષે પૂરના પાણીમાં પાક ધોવાયો હતો

ભરૂચ નર્મદા નદીના કિનારે વસેલા અને નદીના પૂરના પાણીથી પ્રભાવિત થતા તાલુકાના જુના કાંસીયા ગામના ખેડૂતોમાં પૂર પ્રકોપનો ભય જોવા મળી રહ્યો છે,ગત વર્ષે ઘોડા પૂરથી  ખેતીમાં સહન કરેલી નુકસાની સામે હવે ખોટ ખાઈને પણ કેળા પકવતા ખેડૂતોએ પૂરનું પાણી ફરી વળે તે પહેલા જ કાપણીની કામગીરીમાં જોડાયા હતા.
ભરૂચ જિલ્લા માટે સપ્ટેમ્બર 2023માં નર્મદા નદીમાં આવેલા પૂર પ્રકોપથી ભારે તારાજી સર્જાય હતી.અને ખેડૂતો સહિત પૂરથી પ્રભાવિત થયેલા લોકોએ ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો, કહેવાય છે કે "દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે"ની કહેવતને અંકલેશ્વરના ખેડૂતો અનુસરી રહ્યા છે.સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છેલ્લા ત્રણ દિવસથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
જેને પગલે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટી વટાવી હતી.અને નદી કાંઠાના ખેતરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા.જુના કાંસીયા ગામના ખેડૂતો દ્વારા શાકભાજી,કેળા સહિતનો પાક લેવામાં આવ્યો હતો,જોકે અત્ર તત્ર સર્વત્ર ખેતરોમાં નદીના પૂરના પાણીએ જમાવટ કરી છે,અને ખેડૂતના મસ્તક પર ચિંતાની લકીર ઉપસી ગઈ છે.
પૂર સંકટના ભયથી ખેડૂતોએ પોતાના અમૂલ્ય પાક બચાવવા માટે તજવીજ હાથ ધરી છે. આ વર્ષે ફરી નુકસાની વેઠવી નહીં પડે તેવા ભયના ઓથા હેઠળ પૂરની પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામના ખેડૂતોએ પાકના ઉતારા પહેલા જ જૂના કાંસીયા ગામના ખેડૂતોએ કેળાના પાકની લણણી શરૂ કરી છે.
અને સામે ખોટ ખાઈ વેપારીઓને કેળાનો પાક વેચવા મજબૂર બન્યા છે.ખેતરમાં પૂરના પાણીની જમાવટને કારણે નુકસાની વેઠતા ખેડૂતે ચિંતાગ્રસ્ત થઈને જણાવ્યું હતું કે પાછલા વર્ષે પૂરમાં ખેતરનો ઉભો પાક સંપૂર્ણ નષ્ટ થઇ ગયો હતો,ત્યારે વર્તમાન પૂર સંકટ સામે ખોટ સહન કરીને પણ કેળાના પાકની લલણી કરીને વેપારીને વેચવા માટે તેઓએ મજબુર બન્યા છે.
#Gujarat Heavy RainFall #Bharuch Floodwater #Rainfall #highest rainfall #Bharuch flood #પૂરઅસરગ્રસ્ત #અંકલેશ્વર સમાચાર #Ankleshwar Famer #Heavy rainfall #Banana crop #કેળાનો પાક #Heavyrainfall
Here are a few more articles:
Read the Next Article