અંકલેશ્વર નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે મોપેડ સવારનું મોત

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સુરત ટ્રેક ઉપર ઓસ્કાર હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે એકટીવા સવારને ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કરુણ મોત નીપજ્યું હતું.

New Update
a
Advertisment

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સુરત ટ્રેક ઉપર ઓસ્કાર હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે એકટીવા સવારને ટક્કર મારતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કરુણ મોત નીપજ્યું હતું.

Advertisment
અંકલેશ્વરના કાપોદ્રા ગામની સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષીય પ્રેમચંદ સ્વામીનાથ કુશ્વાહ ગત તારીખ-૩જી નવેમ્બરના રોજ પોતાની એકટીવા લઇ કાપોદ્રા પાટિયા ચા-નાસ્તાની લારી ઉપરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સુરત ટ્રેક ઉપર ઓસ્કાર હોટલની સામે પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે પ્રેમચંદ કુશ્વાહની એકટીવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં એકટીવા સવારને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે ગડખોલ આરોગ્ય કેન્દ્ર બાદ ભરૂચની સિવિલ હોસ્પિટલ ત્યાથી ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગતરોજ સાંજના સમયે તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories