અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગ પર પોલીસનું ચેકીંગ,ઓવરસ્પીડ જતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી !

અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરુ કરી  ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.

New Update
  • ભરૂચ ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ શરૂ કરાયુ

  • અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગ પર ચેકીંગ

  • ઓવરસ્પીડ દોડતા વાહનચાલકો દંડાયા

  • તંત્ર દ્વારા ગતિ મર્યાદા 40 કી.મી.પ્રતિકલાક રાખવામાં આવી છે

  • ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ પણ દંડ વસુલાયો

અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરુ કરી  ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા માર્ગ પર વધતા અકસ્માતો રોકવા તંત્ર દ્વારા  વાહનોની ગતિ 40 કિલોમીટર પ્રતિકલાકની કરવામાં આવી હતી અને આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ  દ્વારા રોડ પર સ્પીડોમીટર સાથે ગતિ મર્યાદા અંગેનું  ચેકિંગ હાથ ધરી 40ની સ્પીડથી વધુ સ્પીડે પસાર થતા વાહનોના ચાલકોને દંડ ફટકાર્યો હતો તેમજ ઈ મેમો પણ આપવામાં આવ્યા હતા.ટ્રાફિક સપ્તાહ અંતર્ગત  અંકલેશ્વરથી ભરૂચ જતા  માર્ગ પર સ્પીડોમીટર મૂકી વાહનની ગતિ તપાસ કરવામાં આવી હતી. દૂરથી જ ગતિની જાણ થતા  રોડ પર તૈનાત ટ્રાફિક પોલીસ જવાન ને જાણ કરી વાહન થોભાવી  દંડ કરવામાં આવ્યો હતો. એસટી બસથી લઇ તમામ વાહનોની ગતિ મર્યાદા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ચકાસવામાં આવી હતી.આ ઉપરાંત હેલ્મેટ, સીટબેલ્ટ, સહીત આર.ટી.ઓ અને ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
Latest Stories