ભરૂચનું “ગૌરવ” : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની 2 વિદ્યાર્થીનીઓ GTUની પરીક્ષામાં પ્રથમ-દ્વિતીય ક્રમાંકે ઉત્તીર્ણ...

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2023-24માં લેવાયેલ ફાર્મસીના સેમેસ્ટર-1ની વાર્ષિક પરીક્ષામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની 2 વિદ્યાર્થીનીએ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત

New Update
dev college

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2023-24માં લેવાયેલ ફાર્મસીના સેમેસ્ટર-1ની વાર્ષિક પરીક્ષામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની 2 વિદ્યાર્થીનીએ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજ તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

 ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી અને વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બની રહેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃતિઓ થકી છાત્રોમાં રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયાસશીલ રહેતી હોય છેત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિન્ટર 2023-24માં લેવાયેલ ત્રીજા વર્ષ બી. ફાર્મસીના છઠ્ઠા સેમેસ્ટરની ફાઇનલ પરીક્ષામાં લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની પટેલ કિરણના SPI 9.79 સાથે પહેલો ક્રમાંક તેમજ પટેલ હુમેરાના SPI  9.64 સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજ તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ બન્ને વિદ્યાર્થીનીઓની અનોખી સિદ્ધિ બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચના સમસ્ત ટ્રસ્ટીગણપ્રિન્સીપાલ અને સ્ટાફગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Latest Stories