ભરૂચ: DGVCLના સ્માર્ટ મીટરનો વિવાદ યથાવત, લીંક રોડ પર વીજ કંપનીના કર્મચારીઓનો ઘેરાવો

ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના લિંક રોડ પર આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા વીજ કંપનીના કર્મચારીઓને સ્થાનિકોએ ઘેરી લીધા હતા

New Update
  • ભરૂચ વિરોધ યથાવત

  • સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવાયો

  • લીંક રોડ પર સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો

  • વીજ બિલ.આ વધારો થતો હોવાના આક્ષેપ

  • પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો

ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના લિંક રોડ પર આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા વીજ કંપનીના કર્મચારીઓને સ્થાનિકોએ ઘેરી લીધા હતા
ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર બાબતે ફરી એક વખત વિવાદ સર્જાયો છે. જીઇબી દ્વારા સ્માર્ટ મીટર બદલવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા કર્મચારીઓને સ્થાનિક રહેવાસીઓએ ઘેરી લીધા હતા અને  વિરોધ નોંધાવ્યો હતો.સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં વધારો થયો હોવાના સ્થાનિકોના આરોપો છે. એટલું જ નહીં, અગાઉ પણ ચારથી પાંચ વખત જીઇબીના કર્મચારીઓ મીટર બદલવા આવી ચૂક્યા છે પરંતુ દરેક વખતે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ છે કે સ્માર્ટ મીટર બિનવિશ્વસનીય છે અને બિલમાં ગેરવધારો નોંધાય છે.વિરોધ વધતા પોલીસે સ્થિતિ કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. જો કે ઘટના સ્થળે તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ હતી.
આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેર એમ.ડી. ગોહિલે  જણાવ્યું હતું કે સરકારના આદેશથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ ઘણા લોકોને સ્માર્ટ મીટર અંગે ગેરસમજ ઊભી થઈ છે જેના પગલે આ વિવાદ સર્જાય છે.
Latest Stories