Connect Gujarat
ગુજરાત

ભાવનગર: વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ ઠગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

X

ભાવનગર શહેરના તરસમિયા વિસ્તરમાંથી કૉલ સેન્ટર ચલાવી વિદેશી નાગરિકોનો ડેટા મેળવી લોનના બહાને ઠગાઈ કરતા ત્રણ શખ્સોને મોબાઈલ લેપટોપ સહિતનો મુદ્દામાલ સાથે ભાવનગર સ્પેસયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાદયેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર શહેરના ઘોઘારોડ, તરસમીયા વિસ્તરમાં આવેલ કૈલાશ સોસાયટી કોલ સેન્ટરના નામે અમેરિકા (યુ.એસ.એ.) તેમજ અન્ય દેશના નાગરિકોનો નામ સરનામા મોબાઈલ નંબર સહિતનો ડેટા તેના મળતીયા માણસોને આપી, તે લીડ ડેટાનો ઉપયોગ કરી વિદેશી નાગરિકો સાથે જુદી જુદી પ્રોસેસના બહાને માણસોને પોતાના ઘરે બોલાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરે છે. આ બાતમીના આધારે એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી તરસમિયા ગામમાં આવેલ કૈલાશ સોસાયટી, પ્લોટ નં.૨૯માં મોડી રાત્રે દરોડો પાડી નિકુંજ ઘનશ્યામભાઈ ચૌહાણ, મયુર રાજેશભાઈ રાઠોડ અને કૃણાલ ભુપતભાઈ પરમારને બે લેપટોપ, 3 મોબાઈલ મળી કુલ રૂ.1.54 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી તપાસ કરતા બહાર આવ્યું કે વિદેશી નાગરિકોનો ડેટા ઓનલાઈન મેળવી તેમની લોન મંજુર થઈ હોવાનો એસ.એમ.એસ.તેમજ ઇ-મેઈલ મોકલી લોન પ્રોસેસના નામે ગિફ્ટ કાર્ડ મેળવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હતા

Next Story