Connect Gujarat
ગુજરાત

ભાવનગર : પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાય, વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી...

ભાવનગર : પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાય, વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી...
X

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાવનગર જિલ્લાના આયોજન હેઠળના ચાલું વર્ષના રૂ. ૧,૪૩૨.૩૨ લાખના ૫૩૦ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાએ તમામ મંજૂર કામો તેની સમયમર્યાદામાં પૂર્ણ કરી પ્રજાજનોની સુવિધામાં વધારો કરીએ તે પ્રાથમિકતા આપણી પ્રાથમિકતા હોવી જોઇએ તેમ જણાવી આગામી ૩૦ મી એપ્રિલ પહેલાં કામોની શરૂઆત થઇ જાય તેથી ચોમાસા પહેલાં તે કામો પૂર્ણ થાય તેવી શિસ્તથી ઝડપથી કામોની શરૂઆત કરવા ઉપસ્થિત અધિકારીઓને જનહિતલક્ષી અભિગમથી કાર્ય કરવાં અનુરોધ કર્યો હતો. તેમણે ઉપસ્થિત ધારાસભ્યો તેમજ તાલુકા પંચાયતના પ્રમુખોને પણ જે તે કામો પર ધ્યાન રાખી લક્ષ્ય આપવાં અનુરોધ કરતાં કહ્યું કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે આપણે પણ આપણા વિસ્તારમાં થતાં કાર્યો પર દેખરેખ રાખી તે કામ સમયમર્યાદામાં સારી રીતે પૂરી થાય તે માટે રસ દાખવવો જોઇએ. કોરોનાને કારણે અટકેલાં કામો ઝડપથી પૂર્ણ કરી જનસુખાકારીમાં વધારો કરવાં માટે ઉપસ્થિત અધિકારીઓનું માર્ગદર્શન કર્યું હતું. તેમણે અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને એક ટીમ તરીકે કાર્ય કરવાં માટે હાકલ કરીને તેના નિર્ધિરિત સમય પહેલાં જ જિલ્લાનું આયોજન કરવા માટે સમગ્ર ભાવનગર ટીમને અભિનંદન આપ્યા હતા.

Next Story