Connect Gujarat
ગુજરાત

ભાવનગર : સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજની વિદ્યાર્થીઓની માનવતા મહેકાવતી દિવાળી..

જૂના કપડા-ફટાકડા અને વેફર ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થાને અર્પણ કરી ગરીબ બાળકોના મુસ્કાનનું કારણ બની છે.

ભાવનગર : સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજની વિદ્યાર્થીઓની માનવતા મહેકાવતી દિવાળી..
X

ભાવનગર જિલ્લાના સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજની એન.એસ.એસ. યુનિટની વિદ્યાર્થિનીઓએ જૂના કપડા-ફટાકડા અને વેફર ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થાને અર્પણ કરી ગરીબ બાળકોના મુસ્કાનનું કારણ બની છે.

દિવાળીનું વેકેશન પડે એટલે વિદ્યાર્થીઓ ક્યાં જઈશું, કઈ રીતે મોજ મજા કરીશું વગેરે બાબતો વિષે વિચારતા હોય છે. તેવા સમયે ગોપીનાથજી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓને પોતાનો નહીં પણ પરનો વિચાર કરીને બીજાના ચહેરા પર કેવી રીતે હાસ્ય લાવી શકાય તેનો વિચાર કરીને પોતાના પોકેટ મનીમાંથી તથા સમાજના અન્ય લોકો પાસેથી જુનાં કપડાં, ફટાકડાં વગેરે વસ્તુઓ ઉઘરાવીને જેની પાસે નથી તેવા બાળકોને આપીને તેમની ખુશીમાં પોતાની ખુશી શોધી હતી. સિહોર કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા અર્પણ કરાયેલ આ વસ્તુઓ નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થા દ્વારા શિહોરના ગુંદાળા વસાહતના ગરીબ બાળકોને વિતરિત કરવામાં આવી હતી. મહિલા કોલેજની વિદ્યાર્થીઓના આવા ઉમદા કાર્યને કારણે ગરીબ બાળકોની દિવાળી સુધરી ગઇ હતી. ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકો પાસે દિવાળી ઉજવવાનું કોઈ સાધન પણ નથી. તેવા સમયે નિજાનંદ પરિવાર દ્વારા અપાયેલી આ વસ્તુઓ હાથમાં આવવાથી તેમના ચહેરા પર જે હાસ્ય હતું. તેને શબ્દોમાં વર્ણવવુ મુશ્કેલ છે. ચાલોને માણસ-માણસ રમીએ-કોઇનામુસ્કાનનું કારણ બનીએનો મુદ્રાલેખ ધરાવતી આ સંસ્થા તેને વાસ્તવમાં સાર્થક કરવા કટિબદ્ધ છે. આ સંસ્થા અગાઉ પણ અનેક માનવ સેવાના કાર્યોમાં અગ્રેસર રહી કાર્ય કરતી રહી છે.

Next Story