ભાવનગર : દિવાળીના તહેવારો દરમ્યાન એસ.ટી. વિભાગ દ્વારા 100 જેટલી નવી ટ્રીપો દોડાવાશે...

100 જેટલી નવી ટ્રીપો દોડાવાનું આયોજન

New Update

આગામી દિવાળીનાં તહેવારો દરમ્યાન લોકો પોતાના વતન તરફ પ્રવાસ કરતા હોય છે, ત્યારે મહત્તમ પ્રજા જાહેર પરિવહનનો લાભ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભાવનગર વિભાગ દ્વારા 100 જેટલી નવી ટ્રીપો દોડાવાનું આયોજન કરવામાં આવ્યુંછે.

Advertisment

આગામી તા. ૩૦-૧૦-૨૦૨૧થી તા. ૦૧-૧૧-૨૦૨૧ સુધી વિભાગના તમામ પાંચ ડેપો ખાતેથી નવી ટ્રીપો દોડાવવા નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લાના મહત્તમ રત્ન કલાકારો સુરત તથા આસપાસના વિસ્તારમાં સ્થાયી થયેલ હોય તેઓને વતન પરત લાવવા ભાવનગર વિભાગ દ્વારા કુલ ૧૦૦ બસો સુરત મોકલવામાં આવશે. જેમાં ભાવનગર ડેપોથી ૨૯ બસો, ગારીયાધાર ડેપોથી ૧૮ બસો, તળાજા ડેપોથી ૧૮ બસો, મહુવા ડેપોથી ૧૭ બસો અને પાલીતાણા ડેપોથી ૧૮ બસો દોડાવવામાં આવશે.

Advertisment