ભાવનગર: ફાર્મ હાઉસ જવાનું કહી 5 મિત્રો તળાવમાં ગયા ન્હાવા, પછી શું થયું વાંચો

New Update

ભાવનગરના પાંચ મિત્રો મળીને ગઈકાલ ઘરેથી ફાર્મહાઉસ ન્હાવા જઈએ છીએ એમ કહીને ઘોઘા તાલુકાના મોટા ખોખરાના તળાવની બહાર પાણી ઓવરફ્લો થાય એ જગ્યાએ ન્હાવા ગયા હતા. આ ઓવરફ્લો વાળી જગ્યા આસપાસ ડુંગર ટેકરા વિસ્તાર હોય ત્યારે ગઈકાલે સાંજે.

Advertisment

આ પાંચેય યુવાનો ડૂબવા લાગતા તે પૈકી 4 યુવાનો બચી ગયા હતા જ્યારે ૧૮ વર્ષીય ચિરાગ રાજાઈ નામનો યુવાન તળાવના પાણીમાં ગરકાવ થઈ જતા અને તેની જાણ ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમ ભાવનગર દ્વારા ઘોઘા કન્ટ્રોલ રૂમ પર થતાં તરવૈયાઓની ટિમ પહોંચી હતી.ફાયર ટિમ ભાવનગરની સાથે રહીને, જનરેટરની પણ મદદ લઈને રાત્રીના મોડે સુધી શોધખોળ હાથ ધરી હતી.જ્યારે મોડી રાત્રી સુધી ગરકાવ યુવાનનો કોઈ પત્તો મળ્યો ન હતો જ્યારે આજે વહેલી સવારથી ફરી યુવાનની શોધખોળ હાથ ધરતા ભાવનગર ફાયર વિભાગ ટીમની 24 કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો હતો.

Advertisment