Connect Gujarat
ગુજરાત

ભાવનગર : શેત્રુંજી ડેમના પાણીમાં તિરંગા ફરકાવી હર ઘર તિરંગા અભિયાનની અનોખી રીતે ઉજવણી કરાય

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અન્વયે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, તેને અનુલક્ષીને ભાવનગરમાં પણ તેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ભાવનગર : શેત્રુંજી ડેમના પાણીમાં તિરંગા ફરકાવી હર ઘર તિરંગા અભિયાનની અનોખી રીતે ઉજવણી કરાય
X

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અન્વયે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, તેને અનુલક્ષીને ભાવનગરમાં પણ તેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમની અંદર પાણીમાં તિરંગા લહેરાવીને રાષ્ટ્ર પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાલીતાણાના શેત્રુંજી ડેમ ખાતે ૧૫ જેટલી શાળાના ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ લઈ હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. શેત્રુંજી ડેમ ખાતે શિક્ષકો દ્વારા ડેમની અંદર ઊંડે પાણીમાં જઈ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પાલીતાણા શેત્રુંજી ડેમની અંદર મોટી પાણીયાળીના આચાર્ય અને અને કોલેજની બી.એ. ટીમ દ્વારા શેત્રુંજી ડેમની ઊંડે અંદર તરીને જઈને પાણીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અનોખી રીતે દેશભાવના બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે તિરંગા યાત્રા અંતર્ગત અલગ-અલગ ફ્લોટ્સ ગોઠવી રાષ્ટ્ર પ્રત્યેના અને તેના પ્રતિક પ્રત્યેનો આદરનો આ કાર્યક્રમ વાસ્તવમાં આગવો અને અનોખો બની રહ્યો હતો.

Next Story