Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ખેડૂત સન્માન દિવસ નિમિત્તે કૃષિકારોને કૃષિ કીટ અને સહાયનું વિતરણ કરાયું

ભાવનગર : ખેડૂત સન્માન દિવસ નિમિત્તે કૃષિકારોને કૃષિ કીટ અને સહાયનું વિતરણ કરાયું
X

તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં સુશાસનના પાંચ વર્ષના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા. ૧થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત આજે આ કડીના પાંચમા દિવસે ભાવનગર જિલ્લામાં 'કિસાન સન્માન દિવસ' અંતર્ગત ભાવનગરના ઘોઘા તાલુકાના વાળુકડ અને મહુવા તાલુકાના ભગુડા તથા ગારિયાધાર તાલુકા ખાતે કિસાન સન્માન દિવસના કાર્યક્રમ યોજાયા હતા.

ઘોઘા તાલુકાના વાળુકડ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું કે, આઝાદી પહેલાં અને આઝાદી બાદ પણ ભારત દેશના ખેડૂતની હાલત ખરાબ રહી હતી. પરંતુ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ યોજના દ્વારા નાણાંકીય, ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદી, વ્યાજમાફી, ધિરાણ સહાય, તેમજ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના, સાત પગલાં ખેડૂત કલ્યાણના જેવાં પગલાઓ દ્વારા ખેડૂતની આવક બમણી થાય અને રાજ્યનો ખેડૂત આત્મનિર્ભર બને તે માટે અનેક કદમ ઉઠાવ્યાં છે.

રાજ્ય સરકાર ખેડૂતની આવક બમણી થાય અને તેના દ્વારા ખેડૂતના ઘરમાં આર્થિક ઉજાસ ફેલાવા સાથે દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપે તે દિશાના પગલાઓની સમજ ઉપસ્થિત ખેડૂતોને આપી હતી. વર્તમાન સરકારે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે વિજળી આપી છે. જેથી ખેડૂતને રાત્રીના ઉજાગરાં કરવામાંથી મુક્તિ મળશે. એક સમય એવો હતો કે, વાળું વેળાએ વીજળી મળશે કે કેમ તેના વિશે સંશય હતો. આજે રાજ્યના ગામડાઓમાં જ્યોતિગ્રામ યોજના દ્વારા ૨૪ કલાક ગામડામાં પણ વીજળી મળે તેવું સુદ્રઢ વીજ માળખું રાજ્ય સરકારે ઉભું કર્યું છે.

આ સંદર્ભમાં કહ્યું કે, તાઉતે વાવાઝોડા વખતે બીજા રાજ્યમાં ૩ મહિને પણ વીજ પુરવઠો પુનઃસ્થાપિત ન થાય તેવાં વિપરીત સંજોગોમાં ગુજરાતમાં માત્ર ૧૫ જ દિવસમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થઇ ગયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૩ મહિના પહેલાં શરૂ કરેલ સાત પગલાં કૃષિ કલ્યાણના યોજનાથી રાજ્યના ખેડૂતને વાવણી થી માંડીને વેચાણ સુધીની સહાયતા અને મદદ કરી છે. તેમણે ઉમેર્યું કે, જગતના તાત એવા કૃષિના ઋષિને આકાશ સામે જોઇને લમણે હાથ મુકવાના દિવસો હવે ભૂતકાળ બની ગયાં છે. આધુનિક કૃષિ યુનિવર્સિટીઓના જ્ઞાનને સથવારે રાજ્યનો ખેડૂત આજે નવાં નવાં કૃષિ પ્રયોગો કરતો થયો છે અને તે દ્વારા કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો કર્યો છે.

Next Story