Connect Gujarat
ગુજરાત

ભાવનગર : આંબલા ખાતે કૃષ્ણકુમારસિંહજી વાંચનાલયનું મહનભાવોના હસ્તે લોકાર્પણ કરાયું…

ભાવનગર જિલ્લાના આંબલા ખાતે કૃષ્ણકુમારસિંહજી વાંચનાલયનું મહનભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર : આંબલા ખાતે કૃષ્ણકુમારસિંહજી વાંચનાલયનું મહનભાવોના હસ્તે લોકાર્પણ કરાયું…
X

ભાવનગર જિલ્લાના આંબલા ખાતે કૃષ્ણકુમારસિંહજી વાંચનાલયનું મહનભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાહિત્યકાર રઘુવીર ચૌધરી દ્વારા વ્યાખ્યાનનું પણ વિશેષ આયોજન કરાયું હતું.

આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે કર્મયોગી પરિવાર પ્રેરિત કૃષ્ણકુમારસિંહજી પુસ્તકાલયનું લોકાર્પણ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરાયું હતું. અધ્યક્ષસ્થાને રહેલા સાહિત્યકાર ચિંતક રઘુવીર ચૌધરીએ વ્યાખ્યાન આપતા કહ્યું કે, આપણાં ધર્મગ્રંથોમાંથી જીવન પ્રેરક સાહિત્ય પ્રાપ્ત થઈ શકે છે, જેનું અધ્યયન વાચન અનિવાર્ય હોવું જોઈએ. માતૃ કાશીબા હરિભાઈ ગોટી સંસ્થા સુરતના ૨૦૮ સરસ્વતીધામ અભિયાન તળે અહીંયા પીડીલાઈટ ઉદ્યોગના સહયોગથી આ સુવિધાયુક્ત પુસ્તકાલયનું નિર્માણ થયું છે.

આ પુસ્તકાલય લોકાર્પણ કરતાં સાહિત્યકાર ચિંતક રઘુવીર ચૌધરીએ જીવન અને વાચન વ્યાખ્યાન આપતાં કહ્યું કે, આપણાં ભગવદ્દ ગીતા, રામચરિત માનસ, વાલ્મિકી રામાયણ ઉપરાંત મહાભારત તેમજ શ્રીમદ્દ ભાગવત વગેરે ધર્મગ્રંથોમાંથી જીવન પ્રેરક સાહિત્ય પ્રાપ્ત થઈ શકે છે, જેનું અધ્યયન વાચન અનિવાર્ય હોવું જોઈએ. વિનોબાજીના સ્મરણ સાથે ગ્રામદક્ષિણામૂર્તિ તથા લોકભારતીના સ્થાપક મહાનુભાવો નાના ભટ્ટ, મૂળશંકર ભટ્ટ તથા મનુ પંચોળી દર્શક દ્વારા સાહિત્ય સાથે શિક્ષણ અને ગ્રામ સંસ્કૃતિના ઉલ્લેખ સાથે અહીંના દાતા અગ્રણી કેશુ ગોટી સને સહયોગીઓની પ્રવૃત્તિને બિરદાવી હતી.

Next Story