Connect Gujarat
ગુજરાત

ભાવનગર : રાષ્ટ્રીયકક્ષાનો ઇજનેરી એવોર્ડ સિંચાઈ વિભાગના અધિકારીના નામે

ભાવનગરના ભાલ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણીના નિકાલ માટે અથાગ મહેનત કરી છે.

ભાવનગર : રાષ્ટ્રીયકક્ષાનો ઇજનેરી એવોર્ડ સિંચાઈ વિભાગના અધિકારીના નામે
X

ભાવનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા ડી.આર.પટેલનું બેંગલુરૂ (કર્ણાટક) ખાતે એમ. વિશ્વૈશ્વરૈયા બેસ્ટ એન્જીનિયરીંગ નેશનલ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશના ખ્યાતનામ ઇજનેર એમ. વિશ્વેસરૈયાની યાદમાં દેશમાં ઈજનેરી કૌશલ્ય દાખવી અને ઇજનેરી ક્ષેત્રે રાષ્ટ્રના વિકાસ માટેની મહત્ત્વપૂર્ણ કામગીરી કરનાર ઈજનેરોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

જોકે, ડી.આર.પટેલ સંભવત આ ભાવનગર જિલ્લાના પ્રથમ વ્યક્તિ કે, પ્રથમ અધિકારી છે કે, જેમણે રાષ્ટ્રના આ ગૌરવવંતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ભાવનગરના ભાલ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણીના નિકાલ માટે અથાગ મહેનત કરી છે. તેમના આ પ્રયત્નોને કારણે હાલ વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી વરસાદની સિઝનમાં પાણી ભરાઈ રહેવાની કાયમી સમસ્યાનો ઉકેલ આવ્યો છે. આ ઉપરાંત તેમની નિગરાની હેઠળ સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૧ અંતર્ગત વહીવટી વિભાગના સહયોગથી અને કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી માર્ગદર્શન હેઠળ ડિસીલ્ટીંગના કામો હાથ ધરી ભાવનગર જિલ્લામાં પાણીની સમસ્યાથી છુટકારો મેળવવા માટેના તનતોડ પ્રયત્નો કરવામાં આવ્યાં છે.

Next Story