Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાઓને અંગે તમામ આગોતરી તૈયારીઓમાં તંત્ર વ્યસ્ત...

આગામી તા. ૨૮મી માર્ચથી ભાવનગર જિલ્લામાં શરૂ થઇ રહેલી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ નિર્ભિક વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે

ભાવનગર : ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાઓને અંગે તમામ આગોતરી તૈયારીઓમાં તંત્ર વ્યસ્ત...
X

આગામી તા. ૨૮મી માર્ચથી ભાવનગર જિલ્લામાં શરૂ થઇ રહેલી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ નિર્ભિક વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી રહી છે.

ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા આ માટે બોર્ડની પરીક્ષાના સંકલન અને સંચાલન સાથે સીધી રીતે સંકળાયેલા શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ તેમજ એસ.ટી. તંત્ર સાથે જરૂરી સંકલન માટેની બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, કોઇપણ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા હોતી નથી. આપણાં હાથમાં મહેનત કરવાનું હોય છે. તેનું ફળ શું આવશે તેની ચિંતા વગર વિદ્યાર્થીઓ પોતાની મહેનત ઝોંકીને સફળતાપૂર્વક વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી અપીલ પણ કલેક્ટરએ કરી છે.

ભાવનગર જિલ્લા કલેકટરે વધુમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને હળવાશ અનુભવાય અને શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ ચકાસી લેવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સી.સી.ટી.વી., સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્ર પર વિશેષ પોલીસ બંદોબસ્ત, ઉનાળાની સ્થિતીને ધ્યાનમાં લઇને પાણીની પૂરતી વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, વિદ્યાર્થીઓને પરીક્ષા મથક સુધી આવવાં એસ.ટી. બસની સુવિધા સહિતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

Next Story