Connect Gujarat
ગુજરાત

ભાવનગર : શિહોર સ્થિત નવનિર્મિત સબ સેન્ટરને લોકસેવા અર્થે તાલુકા આરોગ્ય અધિકારીના હસ્તે ખુલ્લું મુકાયું

ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા મહિલા દિવસને અનુલક્ષીને સ્તુત્ય પગલું લેતાં કોરોના કાળમાં પણ પોતાના જાનના જોખમે કાર્ય કરનાર મહિલા આરોગ્ય કર્મીઓનું તેમના હસ્તે જ લોકાર્પણ કરીને એમ નવો જ ચીલો ચાતર્યો છે.

ભાવનગર : શિહોર સ્થિત નવનિર્મિત સબ સેન્ટરને લોકસેવા અર્થે તાલુકા આરોગ્ય અધિકારીના હસ્તે ખુલ્લું મુકાયું
X

ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા મહિલા દિવસને અનુલક્ષીને સ્તુત્ય પગલું લેતાં કોરોના કાળમાં પણ પોતાના જાનના જોખમે કાર્ય કરનાર મહિલા આરોગ્ય કર્મીઓનું તેમના હસ્તે જ લોકાર્પણ કરીને એમ નવો જ ચીલો ચાતર્યો છે. જે અંતર્ગત ગઇકાલે મહિલા તાલુકા આરોગ્ય અધિકારી એવાં શ્રી ડો. મનસ્વીનીબેન માલવિયા અને આશા બહેનો દ્વારા રીબીન કાપી નવા સબ સેન્ટરને ખુલ્લું મુકાયું હતું.

કોવિડમાં શ્રેષ્ઠ રસીકરણ કામગીરી કરનાર મહિલા કર્મચારીઓને જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી.બોરીચાના હસ્તે આ અવસરે સન્માનિત કરી મહિલા દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી. કોવિડ રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શ્રદ્ધા જોશી (સણોસરા), જલ્પા પટેલીયા (સોનગઢ), અને ગીતા રાઠોડ (અર્બન શિહોર)ને ભોળા ચુડાસમાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Next Story