Connect Gujarat
ગુજરાત

ભાજપની "પાઠશાળા" : અંબાજી ખાતે કર્ણાવતી મહાનગર BJPના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે, ત્યારે અંબાજી ખાતે કર્ણાવતી મહાનગર પ્રશિક્ષણવર્ગ નો પ્રારંભ થયો છે

ભાજપની પાઠશાળા : અંબાજી ખાતે કર્ણાવતી મહાનગર BJPના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ
X

શક્તિપીઠ અંબાજી ખાતે કર્ણાવતી મહાનગર પ્રશિક્ષણવર્ગની શુભ શરૂઆત કરવામાં આવી છે. આ પ્રશિક્ષણ ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ છે. અપેક્ષિત શ્રેણીના 400થી વધુ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ આ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લઇ રહ્યા છે. ત્રિદિવસીય ચાલનાર પ્રશિક્ષણ વર્ગમાં 15 જેટલા સત્રમાં જુદા જુદા વિષયો પર પ્રબુદ્ધ વક્તા માર્ગદર્શન આપશે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે, ત્યારે અંબાજી ખાતે કર્ણાવતી મહાનગર પ્રશિક્ષણવર્ગ નો પ્રારંભ થયો છે ઉદ્ઘાટન સત્રમાં ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કાર્યકર્તા એ પક્ષની મહામૂલી મૂડી છે. કાર્યકર્તા થકી જ પક્ષ ઉજળો છે. તેમણે જનસંઘથી લઈને ભાજપનો ઇતિહાસ અને ભાજપના વિકાસ વિષય પર પોતાના જાત અનુભવથી લઈને અત્યાર સુધીની બધી જ બાબતોનો ઉલ્લેખ કરીને સૌ શિક્ષાર્થીઓને માહિતગાર કર્યા હતા. તા. 21 ઓક્ટોબર 1951ના રોજ થયેલ જનસંઘની સ્થાપનાથી લઈ અને તા. 6 એપ્રિલ 1980ના રોજ ભાજપની સ્થાપના બાબતે માહિતી પ્રશિક્ષણાર્થીઓ સમક્ષ મૂકી હતી. ઉપરાંત શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી, પરમ પૂજ્ય ગુરુજી, સૌને યાદ કરી શબ્દાંજલિ અર્પણ કરી હતી. સાથે તેમણે 1975ના કટોકટી કાળ દરમિયાન તેમના અનુભવો વર્ણવ્યા હતા, તેમજ 1990 પછી ગુજરાતમાં ભાજપની યાત્રા સૌની સમક્ષ રજૂ કરી હતી.

Next Story