Connect Gujarat
ગુજરાત

ટોક ઓફ ધી ટાઉન : કચ્છના વિરાણી ગામે નળીયાવાળા મકાન પર ચઢ્યો "આખલો"

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વિરાણી ગામે એક બંધ મકાનના છાપરે આખલો ચઢી જતાં ગ્રામજનોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

ટોક ઓફ ધી ટાઉન : કચ્છના વિરાણી ગામે નળીયાવાળા મકાન પર ચઢ્યો આખલો
X

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વિરાણી ગામે એક બંધ મકાનના છાપરે આખલો ચઢી જતાં ગ્રામજનોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

નખત્રાણા તાલુકાના વિરાણી ગામે અજીબોગરીબ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. વિરાણી ગામના એક બંધ મકાનની સીડી મારફતે આખલો નળીયા પર ચઢી જતાં આખું ગામ ભેગું થયું હતું. આખલો મકાનના નળીયા પર કેવી રીતે ચઢી ગયો તેવો લોકોના મનમાં સવાલ સાથે ભારે કુતૂહલ સર્જાયું હતું. જોકે, આખલો મકાનના નળીયા પર તો ચઢી ગયો હતો, પણ તેના પગ ફસાય જતાં બહાર નિકડવામાં ભારે હાલાકી પડી હતી. ત્યારબાદ ગ્રામજનોએ ભારે જહેમત બાદ આખલાને મકાન પરથી નીચે ઉતાર્યો હતો. જોકે, આ ઘટના વિરાણી ગામ, નખત્રાણા તાલુકા સહિત જિલ્લાભરમાં ટોક ઓફ ધી ટાઉન બની હતી.

Next Story