Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત દસાડા પોલિસ ટીમના મેરા ગામમાં ધામા,જાણો શુ છે સમગ્ર મામલો..?

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મેરામાં દલિત દંપતિ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત દસાડા પોલિસ ટીમના મેરા ગામમાં ધામા,જાણો શુ છે સમગ્ર મામલો..?
X

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મેરામાં દલિત દંપતિ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ મહિલાના પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ચકચારી ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત દસાડા પોલિસ ટીમના મેરા ગામમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જ્યારે આ ઘટના બાદ મેરામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મેરાના દલિત દંપતિના ઘરમાં લોહિના ખાબોચિયા ભરાયા હતા. જ્યારે પોલિસ દ્વારા ગળુ કપાયેલી મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવી હતી. આ ગોઝારી ઘટનાની જાણ થતાં દલિત સમાજના ટોળેટોળા મેરા ગામે દોડી ગયા હતા. ત્યારે પાટડીના મેરામાં દંપતિ પર ઘાતક હુમલો, મહિલાનું ગળુ કાપી ક્રૂર હત્યા, એના પતિને પણ ગળાના ભાગે જ છરીના ઘા ઝીંકી દેવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Next Story