Connect Gujarat
ગુજરાત

કોરોનામાં મૃત્યુ પામેલ પરિવારોને વળતર આપવાની કેન્દ્ર સરકારની તૈયારી, વાંચો કેટલુ મળી શકે છે વળતર

કોરોનામાં મૃત્યુ પામેલ પરિવારોને વળતર આપવાની કેન્દ્ર સરકારની તૈયારી, વાંચો કેટલુ મળી શકે છે વળતર
X

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું છે કે કોવિડ-19ને લીધે મૃત્યુ પામનારાઓની તે રૂપિયા 50 હજાર વળતર આપશે કોરોના વાયરસનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને વળતર આપવાની લાંબા સમયથી માગ થઈ રહી હતી. છેવટે સરકાર વળતર આપવા માટે તૈયારી દર્શાવી છે. જોકે, સરકારે આ સાથે સ્પષ્ટ કર્યું છે કે આ રકમ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે.

સરકારે કોર્ટને કહ્યું કે વળતરની ચુકવણી ફક્ત અગાઉ થયેલા મોતની ઘટના ઉપરાંત ભવિષ્યમાં આ મહામારી નો ભોગ બની જીવ ગુમાવનાર ને પણ આપવામાં આવશે અગાઉ થયેલી સુનાવણીમાં કેન્દ્ર સરકારે કોરોનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને વળતર આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ અંગે કોર્ટે સ્વીકાર પણ કરી લીધો હતો. પણ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા હેઠળ વળતર નક્કી કરવા અંગે કયાં પગલા ભરવામાં આવ્યા છે. આ અંગે કેન્દ્રએ કોર્ટમાં કહ્યું કે આગામી 23 સપ્ટેમ્બર ના રોજ આ અંગે માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે આ વર્ષે જૂન મહિનામાં દેશમાં કોરોના સંક્રમણને લીધે જીવ ગુમાવનાર લોકોના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયા વળતર આપવાની વિનંતી કરતી એક અરજી અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે આ શક્ય નથી.

Next Story