Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર: સેનાના જવાનનું જમ્મુ કાશ્મીરમાં અકસ્માતમાં નિધન,લોકોએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

જમ્મુ ખાતે અકસ્માતમાં નિધન થતાં તેઓના પાર્થિવ દેહને બોડેલી લાવવામાં આવતા મોટી સંખ્યામાં તમામ સમાજના લોકોએ ભેગા થઈ શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી

X

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના એક નાનકડા ગામ અલ્હાદપુરાના એક યુવાનનું જમ્મુ ખાતે અકસ્માતમાં નિધન થતાં તેઓના પાર્થિવ દેહને બોડેલી લાવવામાં આવતા મોટી સંખ્યામાં તમામ સમાજના લોકોએ ભેગા થઈ શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી

અલ્હાદપુરા ગામના બારિયા તુલસી ભાઈ કે જેઓ દેશ ની સેવા માટે 21 વર્ષ પૂર્વે લશ્કર માં જોડાયા હતા . જાન્યુઆરી માસમાં તેઓ તેમના માદરે વતન આવ્યા હતા . 5 માર્ચના રોજ તેઓ જમ્મુ ખાતે પરત ગયા હતા . તારીખ 8 માર્ચના રોજ તેઓ લશ્કરની ગાડીમાં અન્ય જવાનો સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની ગાડીને અકસ્માત નડ્યો . માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેઓને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તુલસી બારિયાનું મોત થયુ હતું . જેની જાણ તેમના વતન અલ્હાદપુરા ખાતે થતાં પરિવાર સહિત ગામમાં ગમગીની છવાઈ હતી.

આજ રોજ તેમના પાર્થિવ દેહ વતનમાં લાવવામાં આવસે તેની જાણ થતાં ગામ ના તમામ અગ્રણી વડોદરા ખાતે ના એરપોર્ટ ખાતે પહોચ્યા હતા . જ્યાં થી તેમના પાર્થિવ દેહ ને લઈ લશ્કરની ગાડીમાં અલ્હાદપુરા જવા નીકળ્યા હતા . વડોદરા થી નીકળેલ તેમના પાર્થિવ દેહ ને શ્ર્દ્ધાંજલી અર્પણ કરવા માટે ગામડી ચોકડી . અને બોડેલી સેવાસદન અને અલીપુરા ચાર રસ્તા પાસે લોકો મોટી સંખ્યા માં ભેગા થયા હતા . તમામ સમાજ ના લોકો એ તુલસી બારિયાને પુષ્પ માળા ચડાવી અને પુષ્પ વર્ષા કરી હતી .

Next Story