Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : જીલ્લામાં ખનીજના ભંડારમાં ખનીજ માફિયાઓનું બેફામ ખન્ન , કુદરતી ભંડાર થઈ રહ્યો લુપ્ત

છોટાઉદેપુર જિલ્લામાં ઘણી ખાણો આવેલી છે. જેનું ખનીજ માફિયા બેફામ ખનન કરી રહ્યા છે જેને લઈને ઓરસંગ નદીના તટ પર પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે

X

છોટાઉદેપુર જિલ્લામાં ઘણી ખાણો આવેલી છે. જેનું ખનીજ માફિયા બેફામ ખનન કરી રહ્યા છે જેને લઈને ઓરસંગ નદીના તટ પર પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે જેને લઈને સ્થાનિકો અને ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો...

છોટાઉદેપુર જિલ્લામાં સાત જેટલી અલગ અલગ ખાણો આવેલ છે. જેમાં ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાથી પસાર થતી ઓરસંગ નદીની રેતી કે જે સફેદ સોનું ગણાય છે તે રેતીમાં સિલિકોન નામનું એક તત્વ રહેલ છે. જેની ગુણવત્તાને લઈ પૂરા દેશમાં તેની માંગ ઉઠી છે.દિવસ અને રાત રેત માફિયાઓ દ્વારા સતત રેતીનું ખનન થઈ રહ્યું છે. જેને લઈ નદીમાં રેતીથી ભરેલ તટ ખાલી થઈ રહ્યો છે પણ તેની પર રોક લાગવામાં આવી રહી નથી. નદીમાં રેતીનું પ્રમાણ ઘટી જતાં પાણીના સ્ત્રોત જળવાતા નથી તેને લઈ નદી કિનારાના આસપાસના ખેતીના કૂવા અને બોરમાં પાણી ઘટી રહ્યું છે. તેને લઈ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.ઉનાળાની શરૂઆત થતાં જ કૂવા ખાલી થઈ ગયા છે જેથી ઊભો પાક સુકાઈ રહ્યો છે.

ઓરસંગ નદીની સફેદ રેતીની જાણે રેત માફિયાઓએ લૂટ ચલાવી છે. રોજ અસંખ્ય ડમ્પરોમાં ભરી અન્યરાજ્યોમાં રેતી લઈ જવામાં આવી રહી છે. બીજી બાજુ ઓરસંગનું સૌંદર્ય હણાઈ રહ્યું છે. સરકાર હવે ખાણ માફિયાઓ પર રોક લગાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. અગાઉ પણ રેતી ઉલેચી જતાં રેત માફિયાઓ સામે રોષ ઉઠ્યો હતો પણ કોઈ નિકાલ કે કોઈ રોક લાગી નથી. સરકારના અધિકારીઓની મિલીભગ હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.

Next Story