Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : સુખી ડેમમાં માત્ર એક સીઝન આપી શકાય તેટલું જ પાણી, હે મેઘા હવે તો વરસો..

રાજયભરમાં ઓછા વરસાદે જગતના તાતના લલાટે ચિંતાની લકીરો ઉપસાવી દીધી છે

X

રાજયભરમાં ઓછા વરસાદે જગતના તાતના લલાટે ચિંતાની લકીરો ઉપસાવી દીધી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ખેડુતો સુખી ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહયાં છે....

છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જે રીતે વરસાદ થયો તેને લઈ ખેડૂતોએ પોતાના ખેતરોમાં બિયારણનું વાવેતર કરી નાખ્યું. પણ ખરા સમયે વરસાદે હાથતાળી આપી દેતા ખેડુતોને પાક બચાવવા દોડધામ કરવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર અને સંખેડા તાલુકાના 92 ગામો અને પંચમહાલ જિલ્લાના જાંબુધોડા તાલુકાના 39 ગામોના ખેડુતો સિંચાઇ માટે સુખી ડેમના પાણી ઉપર નિર્ભર છે. સુખી ડેમમાં હાલ 56 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયેલો છે. જો વરસાદ ન પડે તો પણ ડેમમાં એક સીઝન સુધી ખેડુતોને આપી શકાય તેટલું પાણી છે. ખેડુતો સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી રહયાં છે.

છોટાઉદેપુર જિલ્લાના ખેડુતોના જણાવ્યા મુજબ શરૂઆતમાં સારો વરસાદ થતાં તેમણે બિયારણો લાવી વાવણી કરી દીધી છે. જો વરસાદ નહિ પડે અથવા ડેમમાંથી પાણી છોડવામાં નહિ આવે તો તેઓ પાયમાલ થઇ જશે. સિંચાઇ વિભાગના અધિકારીઓ પણ સારી રીતે જાણે છે કે આ વર્ષે વરસાદની ઘટ વર્તાઇ રહી છે ત્યારે તેઓ ડેમમાંથી પાણી છોડવાની દિશામાં વિચારે તે જરૂરી છે.

Next Story